Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

માંગરોલ ગામમાં જુગાર રમતા 6 નબીરાઓને રોકડા રૂપિયા 14,940 સાથે ઝડપી પાડતી જિલ્લા LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામમાં જિલ્લા એલસીબી પોલીસે રેડ કરી ત્યાં જુગાર રમતા શકશો ને રોકડ રકમ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા એલસીબીનાં હે.કો.મુનીરભાઈ અને હે.કો કિરણભાઈ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નિકળ્યા હતા ત્યારે બાતમી નાં આધારે માંગરોલ ગામમાં તડવી ફળિયામાં જુગાર રમતા અનુરાંજસિહ હિંમતસિંહ ગોહિલ,હરેશ મહેશભાઈ વસાવા,કનું બાબુભાઈ તડવી ,વિક્રમ ભુરાભાઈ તડવી, લક્ષ્મન મેલાભાઈ તડવી અને રમેશ શનાભાઈ તડવી નાઓને જુગાર રમતા ઝડપી પાડી અંગ ઝડતીના 13,240 અને દાવ પરના 1,700 મળી કુલ રૂપિયા 14,940 રોકડા સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)