Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાત્રે 10 વાગ્યે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે

બંધના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 3 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવશે

સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરી કરી છે. આજે રાત્રે દશ વાગ્યે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે. આજે રાત્રિના 10 વાગે સરદાર સરોવર બંધના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 3 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવશે. આ ઉપરાંત તળ વિદ્યુત મથકોના 6 એકમમાં થી 45  હજાર ક્યુસેક પાણી નદીમાં ઉમેરાઈ રહ્યું છે

નર્મદા નદીમાં કુલ 3.45  લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. તે પ્રમાણે,વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા અત્યધિક સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જારી કરવામાં આવેલી વધુ એક ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાં થી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને 4 થી 5  લાખ ક્યુસેક થઈ શકે છે.

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.95 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

(9:52 pm IST)