Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વિરમગામ શહેર સહિત પંથકમાં ૭૬ માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

ગોરૈયા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો : શાળા, કોલેજ, નગરપાલિકા સહિત અનેક સ્થાનો પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ૧૫મી ઓગસ્ટે ૭૬માં સ્વાતંત્ર્ય દિન ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળા ગોરૈયા ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના સબ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ દિપેશ કેડિયાના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાત અને આઝાદીની ચળવળમા વિરમગામ ના શહીદોને શ્રઘ્ઘાંજલિ અર્પણ કરાઇ હતી.
 વિરમગામ નગર સેવા સદન ખાતે પ્રમુખ, ઉપ પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યો, નગરપાલિકાના કર્મચારી સ્ટાફ તથા નગરજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
    વિરમગામ શહેરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. લાલાભાઈ મગનભાઈ ઝાલા (વિરમગામ વિંકલાગ ટ્રસ્ટ )ની ઉપસ્થિતિથી સમાજમા સામાજીક સમરસતા ભાવ જાગે તે હેતુથી વિરમગામ ARISE CLUB દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો અને EX ARMY દશરથભાઈ ઠાકોર દ્વારા તેમના ત્યાગ, તપસ્યા અને સમર્પણનુ અનુભવ કથન કર્યુ અને યુવાનોને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.
      અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી વિરમગામ ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે કરવામાં આવી હતી. વિરમગામના શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
 આ ઉપરાંત વિરમગામના ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, આનંદ સ્કૂલ, નવયુગ વિદ્યાલય, ધર્મજીવન સ્કૂલ, દિવ્ય જ્યોત હાઇસ્કુલ, ત્રિપદા સ્કૂલ, કે બી શાહ વિનય મંદિર સહિતના શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
    દેશભરમાં 76 માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
 વિરમગામના ધારાસભ્યો લાખાભાઈ ભરવાડ એ જણાવ્યું હતું કે,આજ રોજ મારા મતવિસ્તાર નાં દેત્રોજ તાલુકાના લક્ષ્મીપૂરા (ચું.ડાંગરવા) ગામની પ્રાથમિક શાળામાં સ્થાનિક આગેવાનો અને શાળાના ભૂલકાઓ તેમજ ગામ ના પ્રબુદ્ધ નાગરિકો સાથે 76 માં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન કરી ઉજવણી કરી હતી

(7:19 pm IST)