Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

અમદાવાદમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો: શહેરના અનેક વિસ્તારમાં વાદળો ઘનઘોર બન્યા

અમદાવાદ: શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હાલ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. હાલ પૂર્વ અમદાવાદ અને પશ્વિમ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારમાં વાદળો ઘનઘોર બન્યા બાદ હાલ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં શહેરના ઇસનપુર,જશોદાનગર,વટવા,ખોખરા, ઘોડાસર, મણિનગર અને કાંકરિયામાં ધોધમાર વરસાદ ચાલુ છે. આ સાથે બોડકદેવ,વસ્ત્રાપુર,સેટેલાઇટ,એસ.જી હાઇવે, બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

(5:29 pm IST)