Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સુરતના વરાછા વિસ્તારમાં મોંઘવારીથી કંટાળી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

 સુરત : વરછામાં શનિવારે રાતે જીવન અને મોંઘવારીથી કટાંળીને રત્નકલાકારે, દિલ્હી ખાતે હૃદયનું ઓપરેશન કરાવી બે દિવસ અગાઉ સુરત આવેલા વોચમેને અને મોટા વરાછામાં કોઇ કારણસર યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં પંચવટી વાડી પાસે ત્રિકમનગરમાં રહેતો ૪૦ વર્ષના તેજશ ચેવલીએ શનિવારે રાતે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે જણાવ્યું કે, તેજશે લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, જીવન અને મોંઘવારીથી કટાંળીને આ પગલુ ભરુ છું, કોઇ દાબ દબાણ વગર આ પગલુ ભરુ છુ. મારા પછી પરિવારને કંઇ તકલીફ ના આપતા, ભુલ ચુક માફ કરજો. તેજશને એક સંતાન છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો. બીજા બનાવમાં મુળ બિહારના અને હાલ અઠવાલાઇન્સ ખાતે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ધાબા પર રૃમમાં રહેતા ૫૧ વર્ષના ભાવનાથ જયનાથ મિશ્રા એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. શનિવારે મોડી રાત્રે તેણે રૃમના રસોડામાં છતના લોખંડના એંગલ સાથે ધોતિયું બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે જણાવ્યું કે, ગત મે મહિનામાં ભાવનાથ દિલ્હી ખાતે હૃદયનું ઓપરેશન કરાવવા ગયા હતા. ઓપરેશન કરાવીને બે દિવસ અગાઉ સુરત પરત ફર્યા હતા. બીમારીને કારણે પગલું ભર્યું હોવાની શક્યતા છે.

(1:21 pm IST)