Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વરખડ ગામમાં નજીવી બાબતે મોટરસાઇકલને નુકશાન કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વરખડ ગામમાં નજીવી બાબતે માથાકૂટ થતા બાઇકને નુકશાન કરી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.
  મળતી માહિતી અનુસાર સંદીપભાઇ સોમાભાઇ પટેલ(રહે.વરખડ ખડકી ફળીયા )એ આપેલી ફરીયાદ મુજબ તેઓ 13 જુલાઈ એ બપોરે પત્ની સાથે ઘરે હતા તે વખતે તેમના ફળિયાના મિતેશભાઇ કનુભાઇ પટેલ અને કનુભાઇ ચંદુભાઇ પટેલ તેમના ઘરના આંગણામા આવી કહેવા લાગેલ કે તમારે આ ગલીવાળા રસ્તાએ થઇને જવુ નહી તેમ કહેતા સંદીપભાઈએ આ જાહેર રસ્તો છે ત્યા કોઇ પણ આવ જા કરી શકે તેમ કહેતા આ બંને ઉસ્કેરાઈ જઇ ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી ત્યારે મિતેસ લાકડાનો ડંડો લઇ આવી સંદીપભાઈની મોટરસાયકલ નંબર GJ 06 HF 3576 ની આગળની લાઈટનો વાઈઝર ઉપર એક ડંડો મારી મો.સા.ને આશરે રૂપિયા ૨૦૦૦ -જેટલાનુ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

(10:20 pm IST)