Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટીમ્બી ગામમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોતને ભેટી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટિમ્બિ ગામમાં પરણિત મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર તા.14 જુલાઈ બપોરે 12 કલાકે ટિમ્બિ ગામની નીતાબેન અષ્વીનભાઇ વસાવા કે જેનું કુમસગામ ખાતે લગ્ન થયું હોય પરંતુ કોઈક કારણોસર તેણે પોતાના પિયર ટિમ્બિ માં ઝેરી દવા પી લેતા તેનું મોત થતા આ બાબતે રસીકભાઇ કલમભાઇ વસાવાએ આમલેથા પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)