Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ગોધરા નગરપાલિકાના અપક્ષ પ્રમૂખ સંજય સોની ભાજપમા જોડાયા

ધારાસભ્ય સી.કે.રાઉલજી અને જીલ્લા પ્રમૂખ અશ્વિન પટેલની હાજરીમાં ખેસ પહેર્યો : હવે ભાજપે નગરપાલિકાના સિહાસન પર કબજો મેળવ્યો

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે નગરપાલિકાના હાલના પ્રમૂખ સંજય સોની ભાજપમા જોડાયા. ગોધરા કમલમ ખાતે આવેલા કાર્યાલય ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજી અને જીલ્લા પ્રમૂખ અશ્વિન પટેલની હાજરીમાં જોડાયા હતા.

આ પહેલા ભાજપે વિવિધ કમીટીઓ પર કબજો મેળવામા સફળતા મેળવી હતી.  હવે ભાજપની સફળતા હવે ભાજપે નગરપાલિકાના સિહાસન પર કબજો મેળવ્યો છે. ભાજપના સૌના સાથ સૌના વિકાસ સાથે આગળ વધવા જણાવ્યુ હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ પૈકી પંચમહાલની બે નગરપાલિકા શહેરા અને ગોધરાની ચુટણીઓ યોજાઈ હતી. જેના પરિણામોમાં શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.જ્યારે ગોધરા નગરપાલિકા અપક્ષોએ કબજે કરી હતી પણ છ મહીનાના સમયગાળાની અંદર ભાજપે ગોધરા નગરાપાલિકા પર કબજો મેળવામા સફળતા મેળવી છે.

(8:22 pm IST)