Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમદાવાદના રખિયાલમાં બાળકોના રમવાની બાબતે બે પાડોશી બાખડ્યા:સાત શખ્સોએ દંપતી પર જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના રખિયાલમાં બાળકો રમવા બાબતે પડોશીઓ વચ્ચે તકરાર થઇ હતી. જેમાં સાત શખ્સોએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો.  અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. દંપતીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પતિને માથામાં ટાંકા  અને હાથે ફ્રેકચર થયું હતું.

પતિ પર  જાહેરમાં  પાઇપથી હુમલો કરતા માથામાં ટાંકા, હાથે ફ્રેક્ચર પત્નીને  ઢોર માર માર્યો

કેસની વિગત એવી છે કે રખિયાલ વિસ્તારમાં સોનેરીયા બોલ્ક પાસે લલ્લુરત્નાના છાપરામાં રહેતા મહેશભાઇ રાજુભાઇ પટણીએ પડોશમાં રહેતા સુનીલ  ઉર્ફે લલ્લો મહેશભાઇ પટણી સહિત સાત લોકો સામે ફરિયાદ નાંેધાવી છે કે સોમવારે રાતે વાગે ફરિયાદી પરિવારના સભ્યો સાથે ઘરમાં જમતા હતા  અને બાળકો ઘર પાસે રમતા હતા, સમયે પોપટભાઇનો ભાઇ સુનિલ એને તેના ઘરના સભ્યો તકરાર કરીને ઇંટો મારતા હતા. જેથી ફરિયાદીએ  છોકરા રમતા હોવાથી આરોપીને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.

જેથી પરિવારના સભ્યો ઉશ્કેરાઇ ગયા હતા હાથમાં દંડા, પાઇપ લઇને આવીને ગાળો બોલીને માર મારી કરવા લાગ્યા હતા.આરોપીઓએ ફરિયાદી ઉપર  લાકડી તથા  લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આરોપીની પત્ની દોડી આવી હતી અને ફરિયાદીને પત્નીને આરોપીઓએ ઢોર માર માર્યો હતો, એટલું નહી આરોપીઓએ ભેગા થઇને ફરિયાદી પર પથ્થરમારો કર્યો હતો,  બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં રખિયાલ પોલીસ કાફલો આવ્યો હતો સમયે આરોપીઓ નાસી ગયા હતા.

(5:19 pm IST)