Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયા દુકાનદારની આંખમાં મરચું નાખી સોનાની ત્રણ ચેનો લૂંટી છૂમંતર....

વડોદરા: શહેરના ખોડિયારનગરરોડ પરની વલ્લભ જવેલર્સ નામની દુકાનમાં આજે બપોરે દુકાનદાર ગ્રાહકને સોનાની ચેન બતાવતો હતો ત્યારે અચાનક ઘસી આવેલો એક લૂંટારૃ દુકાનદારની આંખમાં મરચું નાંખી ગણતરીની ઘડીમાં સોનાની ત્રણ ચેનો લૂંટીને બહાર ઉભેલી એક બાઇક પર બેસીને ફરાર થઇ ગયો હતો.

અંગેની વિગત એવી છે કે ન્યુ વીઆઇપીરોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા રોનક મહેશભાઇ સોની તેમજ તેમનો નાનોભાઇ દીપ ખોડિયારનગરરોડ પર આવેલા શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટમાં વલ્લભ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. આજે સવારે ૧૦ વાગે બંને ભાઇઓએ દુકાન ખોલી હતી અને એકાદ કલાક પછી એક ગ્રાહકે આવીને મારા ફોઇ-ફૂઆની મેરેજ એનિવર્સરી છે અને મને તેમને ગિફ્ટ આપવાની હોવાથી સોનાની ચેન બતાવો તેમ કહેતા રોનકભાઇ ગ્રાહકને અલગ-અલગ ડિઝાઇનની ચેન બતાવતા હતાં.

ગ્રાહકે બીજી ચેન બતાવવાનું કહેતા રોનકભાઇએ કેટલોગ બતાવ્યું હતું વખતે અગાઉ બતાવેલી ચેન કાઉન્ટર પરની ટ્રેમાં રાખી હતી. દરમિયાન બહારથી ટોપીવાળું જેકેટ તથા જીન્સ પેન્ટ પહેરેલ અને મોંઢા પર માસ્ક બાંધેલો એક યુવાન અચાનક દુકાનમાં આવ્યો હતો અને ખિસ્સામાંથી મરચાંની ભૂકી કાઢી રોનકભાઇના મોંઢા પર નાંખી કાઉન્ટર પર મૂકેલી ટ્રેમાંથી ૩.તોલા વજનની રૃા.૧.૪૦ લાખ કિંમતની ત્રણ ચેનો લૂંટીને ભાગી ગયો હતો. વખતે નાનો ભાઇ દીપ લૂંટારૃને પકડવા જાય તે પહેલાં દુકાનમાં આવેલો લૂંટારૃ બહાર ઉભેલી એક બાઇક પર બેસી ભાગી ગયો હતો. બાઇક લઇને ઉભેલો તેમજ દુકાનમાં આવેલા બંને લૂંટારૃઓ ખોડીયારનગર ચાર રસ્તા તરફ નાસી ગયા  હતાં.

 

(5:19 pm IST)