Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વડોદરામાં માંજલપુર પોલીસે બાતમીના આધારે વડસર બ્રિજ નજીક દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

વડોદરા: શહેરના માંજલપુર પોલીસ મથકના પોલીસ કર્મીઓને ચોક્કસ માહિતી મળી હતી કે વડસર બ્રીજ પાસે પંજાબી ઢાબાની બાજુમાં કલ્પના ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ તથા ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે જેના આધારે પોલીસે તપાસ કરતાં લક્ઝરી બસના પાર્સલો માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 11 પેટી માંથી રૂપિયા 66 હજારની કિંમત ધરાવતી 132 નંગ દારૂની બોટલો મળી આવી હતી. જ્યારે તેની બાજુમાં ઉભેલા બંધ બોડીના ટેમ્પોની અંદર રહેલા પાર્સલોની ચકાસણી કરતા વિદેશી દારૂના પાઉચની 179 પેટીમાંથી 8,59,200ની કિંમત ધરાવતા 8592 દારૂના પાઉચ તેમજ દારૂના કવાર્ટરિયાની 27 નંગ પેટીમાંથી રૂપિયા 1,29,600ની કિંમત ધરાવતા 1296 કવાર્ટરિયા મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી કંડકટર જસરાજ પ્રજાપતિ (રહે - રામજી કા ગોલ ગામ ,બાડમેર રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો ડ્રાઇવર સવાઈ રામ ( રહે-  રાજસ્થાન ) રાજસ્થાનથી વડોદરા વેચવા માટે લાવ્યો છે. અને જેની ડિલીવરી લેવા માટે ટેમ્પો આવી પહોંચ્યો છે. પોલીસના દરોડા દરમ્યાન  ટેમ્પો ડ્રાઇવર તથા લક્ઝરી બસ ડ્રાઈવર મળી આવ્યા નથી.

 

(5:14 pm IST)