Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સુરતના ભેસ્તાનમાં સગાઇ બાદ ફરવા લઇ જવાના બહાને યુવકે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ભેસ્તાનના યુવાનની તેની સગીર પ્રેમિકા સાથે પરિવારે સગાઇ કરાવી આપી હોવા છતા ફરવા લઇ જવાના બહાને ત્રણથી ચાર વખત શરીર સબંધ બાંધતા તરૂણીના પિતાએ સગાઇ તોડી નાંખ્યા બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પ્રેમી યુવાને જેલમાં જવાનો વારો આવ્યો છે.
શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરૂણી અગાઉ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી. દરમિયાન તરૂણીને ભેસ્તાન આવાસ નજીક ગોલ્ડન ફ્લેટમાં રહેતા અને બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડતી કંપનીમાં નોકરી કરતા મોહમદ સાજીદ ઝારા (ઉ.વ. 24) સાથે પ્રેમસબંધ બંધાયો હતો. શરૂઆતમાં બંનેના પ્રેમસબંધથી પરિવાર અજાણ હતો. પરંતુ તેઓના પ્રેમસબંધની જાણ થતા બંનેના પરિવારે તરૂણી પુખ્તવયની થાય ત્યાર બાદ લગ્ન કરાવશે એમ કહી તેઓની સગાઇ કરી હતી. પરંતુ અરસામાં તરૂણીનો પરિવાર ભેસ્તાનથી રૂદરપુરા રહેવા આવી ગયો હતો. સગાઇ થઇ ગઇ હોવાથી મોહમદ સમયાંતરે તરૂણીને મળવા આવતો હતો અને તેઓ ફરવા પણ જતા હતા. દરમિયાનમાં મોહમદે તરૂણી સાથે એક નહીં પરંતુ ત્રણથી ચાર વખત શરીર સબંધ બાંધ્યો હતો. જેની જાણ ચારેક દિવસ અગાઉ તરૂણીના પિતાને થઇ હતી. જેથી તેમણે પુત્રીની મોહમદ સાથેની સગાઇ તોડી નાંખી હતી અને તેના વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી મોહમદ સાજીદ ઝારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:14 pm IST)