Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ગાંધીનગરમાં ગ-4 જંકશન પર ચાલી રહેલ કામગીરીમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની નોબત આવી

ગાંધીનગર:શહેરના ગ-૪ જંકશન પર છેલ્લા ઘણા વખતથી અંડરપાસની કામગીરી ચાલી રહી છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. એટલુ જ નહીં,  ગ રોડનો ટ્રાફિક ઘ અને ખ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ તે માટેના બોર્ડ તંત્ર દ્વારા મુકવામાં આવ્યા નથી. જેના કારણે વાહનચાલકો છેક ગ-૪ સુધી પહોંચે ત્યારે ત્યાં રસ્તો બ્લોક હોવાને પગલે ઘ કે ખ રોડ ઉપર ડાયવર્ટ થાય છે. ત્યારે ગ-૩ પાસે જ ડાયવર્ઝન લગાવી દેવામાં આવે તો વાહનચાલકોનો સમય અને ઇંધણનો ખોટો વ્યય થાય નહીં. ગ-૩ તરફથી ગ-૫ તરફ જતો વાહનચાલક છેક ગ-૪ અંડરપાસ પાસે પહોંચે ત્યારે ત્યાં રોડ બ્લોક થયેલો જોવે છે જેથી ત્યાંથી વાહનચાલકો ઘ અથવા ખ રોડ ઉપર સેક્ટર-૧૨ અથવા સે-૧૩ના આંતરિક માર્ગ પરથી ડાયવર્ટ થાય છે. જેના કારણે વાહનચાલકોનો અમુલ્ય સમય વેડફાય છે એટલુ જ નહીંમોંઘવારીના આ દિવસોમાં ઇંધણનો પણ ખોટો વ્યય થાય છે. આવી સ્થિતિમાં જો ગ-૩ સર્કલ પુર્વે જ જો ઘ તથા ખ રોડ પરના ડાયવર્ઝનના બોર્ડ લગાવી દેવામાં આવે તો વાહનચાલકો ગ-૪ સુધી આવવાને બદલે ગ-૩થી જ ડાયવર્ટ થઇ જશે જેનાથી સમય અને ઇંધણનો પણ ખોટો વ્યય થતો અટકશે.ઉલ્લેખનીય છે કેઘ-૪ના અંડરપાસનું કામ ચાલતું હતું ત્યારે ઘ-૩ પહેલા આ ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા હતા જે અંડરપાસ ખુલ્લો મુકાઇ ગયો હોવા છતા ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે.

(5:11 pm IST)