Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

હિંમતનગર બાયપાસ રોડ નજીક ઓવરલોડ ખનીજ પસાર થતા ચાર ટ્રકોને ખાણખનીજ વિભાગની ટીમે ઝડપી પાડી

સાબરકાંઠા:જીલ્લાના વિવિધ માર્ગો પરથી અનેક વાહન માલીકો રોયલ્ટી પાસ વિના તેમજ ઓવરલોડ ખનીજ ભરી ખનીજ ચોરી કરતા હોવાની ફરીયાદો હિંમતનગર સ્થિત જીલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને મળતી રહે છે. આવી ફરીયાદો અન્વયે જીલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન અને સુચના અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમે મંગળવારે મોડી સાંજના હિંમતનગરના બાયપાસ રોડ પર ચેંકીગ ઝુબેશ સાથે તપાસ આદરી હતી.

જેમાં બાયપાસ રોડ પર આવેલ ટોલનાકા પાસેથી તપાસ ટીમે રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ રેતી ખનીજ ભરી નીકળેલા ૪ ટ્રકોનુ ચેંકીગ કરી ચારેય વાહનો જપ્ત કર્યા હતા.  ખનીજ વિભાગે ચારેય વાહનોના માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અંદાજે રૃા. ૬ લાખની દંડકીય વસુલાત કરવા તજવિજ હાથ ધરતા જીલ્લામાં રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા અને ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(5:08 pm IST)