Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મોડાસામાં માર્બલના બે ભાગીદારોની પત્ની એક સાથે ગૂમ :ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવતા મળી આવી પ્રેમીઓના ઘરેથી

મોડાસા: તાલુકાના માર્બલના બે ભાગીદાર વેપારીઓની અને એકસાથે રહેતી પત્નિઓ ગત રવિવારે એકાએક ગૂમ થતાં જ ચકચારી મચી હતી. આ પ્રકરણે જિલ્લા પોલીસની એલસીબીએસઓજી અને ટાઉન પોલીસની ટીમો દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના અંતે આ બંને મહિલાઓ આણંદ જિલ્લાના આસલમ ગામે હોવાની ભાળ મળતાં જ જિલ્લા પોલીસટીમ આ ગામે પહોંચી હતી. અને બંને મહિલાઓનો પત્તો મેળવી તેઓને પરીવારજનોને સોંપી હતી.

 સોશીયલ મીડીયાના માધ્યમથી બે પરણીતાઓને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસલમ ગામના બે યુવકો જોડે પ્રેમસંબંધ બંધાતા આ પરણીતાઓ પતિ,ઘર છોડી ચાલી જતાં ભારે ચકચાર મચી હતી.એક ૩૫ વર્ષિય પરણિતાને તો ૧૨ વર્ષનો એક દિકરો પણ છે. પરંતુ આ બંને મહિલાઓ એક સાથે ગત રવિવારે ગૂમ થતાં અને ભારે શોધખોળ પછી પણ પત્તો નહી લાગતાં મોડાસા ટાઉન પોલીને જાણ કરાઈ હતી. મોડાસાના માર્બલના વેપારીના બંને ભાગીદારોની પત્નિઓ એકસાથે અચાનક ગૂમ થતાં પંથકમાં ચકચાર મચી હતી અને નગરજનો પણ ફફડી ઉઠયા હતા. ત્યારે મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેકટર એન.જી. ગોહિલએલસીબી ઈન્સ્પેકટર સી.પી. વાઘેલા અને એસઓજી ઈન્સ્પેકટર જે.પી. ભરવાડ નાઓ દ્વારા સોસાયટી તેમજ નગરના માર્ગો ઉપરના સીસીટીવી મોબાઈલ સર્વેલન્સ અને કોલ રેકર્ડ ઉપરથી સઘન તપાસ હાથ ધરતાં ગૂમ થયાના ત્રીજા દિવસે આ મહિલાઓનો પત્તો છેક આણંદ જિલ્લાના આસલમ ગામેથી લાગ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આ ગામે પહોંચી આ મહિલાઓને પરત લાવી પરીવારજનોને સોંપી દીધી હતી. જોકે પોલીસે આ મહિલાઓની પુછપરછ હાથ ધરી ત્યારે તેમના જવાબમાં પ્રેમસંબંધના કારણે ઘરેથી જતા રહેવાની હકીક્ત જણાવી હોવાનું એલસીબી પોલીસની યાદીમાં જણાવાયું હતું. 

(5:06 pm IST)