Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભરૂચમાં ભાવ વધારાના વિરોધ મુદ્દે સાયકલ યાતરા કલેકટર કચેરીમાં અટકાવતા પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્‍ચે ચકમકઃ કોંગી આગેવાનો-કાર્યકરોની અટકાયત

ભરૂચ: સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વધતી જતી મોંઘવારી મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશનથી પાંચ બત્તી સર્કલ સુધી સાયકલ યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. હતો .જેમાં કાર્યકરોએ મોદી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી મોંઘવારી દૂર કરવાની માંગ ઉઠાવી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોના જેવી ભયંકર મહામારીએ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે અને તેમાંય ખાસ કરીને વધતી જતી મોંઘવારીના કારણે લોકોની હાલત દયનીય બની રહી છે. જેમાં કોંગ્રેસ સમિતિની હોદ્દેદારો અને કાર્યકરો એ સાયકલ પર ફરી સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાની માંગ કરી હતી. જોકે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોંગી કાર્યકરો સાયકલ યાત્રા સ્ટેશનથી પાંચબતી થઈ કલેકટર ઓફિસના પટાંગણમાં પહોંચી કલેકટર ઓફિસમાં  સાઇકલો પ્રવેશવાના પ્રયાસ કરતા કોંગી કાર્યકરોની પોલીસે અટકાવી અટકાયત કરી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરીમલ સિંહ રણા,શહેર પ્રમુખ વિકી શોખી,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,સમસાદ અલી સેયદ,સદીપ માગરોલા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:28 pm IST)