Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર: 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે

પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજે 4 વાગ્યા નો રહેશે.

અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજે 4 વાગ્યા નો રહેશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 12 સાયન્સ પછી વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમ એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટને ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે.

જે મુજબ હવે રાજ્યમાં વર્ષ 2021 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા તા. 06-08-2021ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

(11:57 am IST)