Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજ્યમાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા : આજથી ઓફલાઈન વર્ગો શરૂ

પ્રથમ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે આજે 15 જુલાઈથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું છે. આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલો માં વાલીઓ પાસેથી સંમતિ મેળવી કેટલાક વિદ્યાર્થીઓ શાળા માં પહોંચ્યા હતા અને ઓફલાઈન અભ્યાસ તેમજ મિત્રોને મળી ખુશી થઈ હતી.

 અમદાવાદમાં જુદીજુદી સ્કૂલો માં આજે વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ માટે હાજર રહયા હતા અને પ્રથમ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનીંગ અને હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીઓને સવારે 2 પિરિયડ જ ભણાવવામાં આવ્યા હતા. જે પરીક્ષા પૂર્ણ થતાં સંપૂર્ણ સમય ભણાવવામાં આવશે.
આમ ફરી એકવાર ધો.12 થી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય નો ઓફ લાઈન પ્રારંભ થયો

(11:26 am IST)