Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા રેલવે વિભાગ એલર્ટ :સેનેટાઈઝ અને ફોગીંગની કામગીરી એજન્સીને સોપાઈ

અમદાવાદ : રાજ્યમાં આજે કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ 8 હજાર ઉપર કેસ નોંધાયા છે. તેમજ મરણનો આંકડો પણ હાઈટાઈમ નોંધાયો છે. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે રેલવે વિભાગે પણ  બનતા પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં રેલવે વિભાગે રેલવે સ્ટેશન પર ફોગીંગ અને સેનેટાઈઝિંગની કામગીરી શરૂ કરી છે.

હાલમાં સૌથી વધુ મુસાફર રેલવેમાં મુસાફરી કરે છે. તેમજ અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં આવનાર લોકોની પણ સંખ્યા રેલવે વિભાગમાં વધુ છે. જેથી રેલવેના મુસાફરોમાંથી કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી જતી હોય છે. જેને લઈને છેલ્લા થોડા દિવસથી રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે રેલવે વિભાગે તેમની કામગીરી વધુ મજબૂત બનાવી છે. કેમ કે રેલવે વિભાગે હવે રેલવે સ્ટેશન પર ફોગીંગ અને સેનેટાઈઝિંગની કામગીરી શરૂ કરી છે. રેલવેના પીઆરઓ મુજબ રેલવે વિભાગ દ્વારા એક એજન્સીને આ સમગ્ર કામગીરી સોંપવામાં આવી છે. જેમાં એજન્સી દ્વારા રેલવે સ્ટેશન, ઓફિસ, પ્લેટફોર્મ સહિતની ઓફિસ અને રેલવે સ્ટેશનના તમામ સ્થળે સેનેટાઈઝ અને ફોગીંગ કરવામાં આવ્યું. જેથી રેલવે સ્ટેશન પરથી કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ ટાળી શકાય. જેથી રેલવે સ્ટેશન તો સુરક્ષિત બનશે જ સાથે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો પણ સુરક્ષિત અનુભવ કરી સંકોચ વગર મુસાફરી કરી શકશે.

(10:40 pm IST)