Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના અટકાવવા તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોવા છતાં શાકમાર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

બનાસકાંઠા: જિલ્લામાં પાલનપુર શહેર કોરોના સંક્રમણમાં અગ્રેસર છે તેવા સમયે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તંત્ર દ્રારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં શહેરના મધ્યમાં આવેલ સિમલા ગેટ વિસ્તારના શાક માર્કેટમાં વેપારીઓ તેમજ ખરીદદારોને જાણે કોરોના નો કોઈ ડર રહ્યો હોય તેમ સોશિયલ ડિસ્ટન્ટનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. જેમાં મોટાભાગ ના શાકભાજીના વેપારીઓ માસ્કનો નામ માત્ર ઉપયોગ કરતા હોય અને પોતાની લારી આગળ લોકોની ભીડ એકત્ર કરતા હોય શહેરમાં કોરોના સંક્રમણ વાયુવેગે ફેલાવા ની દહેશત વર્તાઈ રહી છે ત્યારે અહીં આવેલ સિમલા ગેટ પોલીસ દ્વારા શાક માર્કેટમાં કોવિડ ગાઈડનું કડક પાલન કરાવવામાં આવે તો કોરોના ને ફેલાતો અટકાવી શકાશે.

(5:44 pm IST)