Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વડોદરા:ઉત્તરપ્રદેશની યુવતીને લગ્ન બાદ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજરી આપઘાત કરવા મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાંસાસરિયાઓ દ્વારા લગ્નના એક મહિના બાદ દહેજ પેટે પિયરમાંથી રૂ, લાખ તથા બાઈક લઈ આવવા પરિણીતાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા અંગે દુષ્પ્રેરણા આપવા બદલ વડોદરાના બાપોદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશની વતની 20 વર્ષીય રાગીણી દેવીના લગ્ન વર્ષ 2020 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ શિવપૂજન ચૌધરી (રહે-ભાગ્ય લક્ષ્મી નગર, સરદાર એસ્ટેટ પાછળ, વડોદરા- મૂળ રહે- ઉત્તર પ્રદેશ) સાથે થયા હતા. 12 એપ્રિલના રોજ યુવતીએ તેના પિતાને વિડીયો કોલ કરી પરિવાર સાથે વાતચીત કરી પોતે ખુશ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન ગણતરીના કલાકો બાદ તેમના જમાઈ શિવપૂજન ચૌધરીએ જાણ કરી હતી કે, રાગીણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. અત્રે નોંધનીય છે કે, લગ્નના એક મહિના બાદ રાગીણીની સાસુ હીરાવતી, જમાઈ શિવપૂજન તેમજ તેના કાકા સસરા અમરસિંગ ચૌધરીએ લગ્નમાં આપેલા દાગીના લઈ વધુ એક લાખ રૂપિયા તેમજ બાઈકની માંગણી કરી હતી અને જો આપે તો રાગીણીને જાનથી મારી નાખવાની વાત કરતા હતા. વારંવાર પ્રકારની માગણી કરી રાગીણીને માનસિક ત્રાસ આપતા હતા.

ત્યારબાદ પતિ પત્ની વડોદરામાં આવી વસવાટ કર્યા બાદ 20 દિવસ અગાઉ ઘરના કામકાજ બાબતે તકરાર થઇ હતી. સાસરિયાઓની દહેજની માંગ પૂરી થતાં તેઓએ રાગીણીને સતત માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા પર મજબુર કરી હતી, જેથી આવેશમાં આવી તેણે 12 એપ્રિલના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેવી ફરિયાદ મૃતકના પિતાએ નોંધાવી છે.

(5:39 pm IST)