Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વલસાડ ના ઔરંગા નદી કિનારે એક્સપાયર્ડ ડેઇટની દવાનો જથ્થો કોઇ શખ્શો દ્વારા ફેંકી જતા ભયનો માહોલ ફેલાયો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને તેના ઇજેક્શન મળી રહ્યા નથી ત્યારે બીજી તરફ ઔરંગા નદી કિનારે બાળકોની દવાનો મોટો જથ્થો જોવા મળ્યો હતો આ જથ્થો એક્સપાયર્ડડેઇટની દવાનો હતો વલસાડ ઔરંગા નદી કિનારે કોઇ વાહનમાં આવ્યું અને એક્સપાયર્ડ ડેઇટની દવાનો મોટો જથ્થો ઠાલવી ગયું હતું જેમાં ખાસ કરીને બાળકોની તાવની અને વિટામીનની દવાઓ જોવા મળી હતી અને ઇજેક્શનનો જથ્થો પણ હતો  આ જથ્થો વર્ષ ૨૦૨૦ માં એક્સપાઇડ થઇ ગયો હતો આ દવા ક્યાંથી આવી ? કોણે આ એક્સપાઇડ દવાનો જથ્થો અહીં ઠાલવ્યો ? એ સંદર્ભે હજુ કોઈને કંઈ ખબર નથી દવાની એજન્સી દ્વારા આ પ્રકારના ગેરજવાબદાર વલણને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો  આ દવાના જથ્થા સંદર્ભે ફૂડ એન્ડ ડ્રઝવિભાગ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઇ હતી જોકે મોડી સાંજ સુધી તમામ વિભાગના લોકો બેઠકમાં વ્યસ્ત હોવાથી કોઇ પણ અધિકારી કર્મચારીઓ ત્યાં પહોંચી શક્યા નહતા વર્ષ ૨૦૨૦ માં એક્સપાયર્ડ થઇ ગયેલી મહત્તમ બાળકોની દવા સાથે ઇજેક્શનનો જથ્થો મળી આવતા તંત્રને જાણ કરાઇ હતી કોરોના મહામારી વચ્ચે આવી બેદરકારી વાપરનારા મેડિકલ સ્ટોર સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાય એ જરૂરી બન્યું

(1:10 pm IST)