Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

માત્ર 8 થી 10 મિનિટમાં ચોરી કરી ફરાર થતા લૂંટારુ ગેંગના નફ્ફટો વલસાડ પોલીસ પાસે હાંફી ગયા:વલસાડ જિલ્લા એલસીબી, એસઓજીએ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 સભ્યોને મુંબઈથી પકડી પાડ્યા :12થી વધુ આરોપીઓ આ ગેંગ સાથે સંડોવાયેલ હોઈ પણ પોલીસ પકડીને જ રાહતનો શ્વાસ લીધો

ઘરફોડ ગેંગે :રાજકોટ, સુરેન્દ્રનગર, વલસાડ,સેલવાસ,તેમજ મહારાષ્ટ્ર માં ચોરી કરી હતી: આરોપીઓ ફોર્મલ કપડા તેમજ લેપટોપની બેગમાં હથિયાર રાખતા અને જ્યા CCTV અને વોચમેન ના હોઈ ત્યા વધુ ચોરી કરતા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસે બાતમીના પગલે ગુજરાત, સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોરી કરતી ગેંગના 3 સભ્યોને પકડી પાડી જિલ્લાના 8 ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ વિરૂદ્ધ અન્ય રાજ્યોમાં 25 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
વલસાડ જીલ્લા પોલીસ વડા ડૉ. રાજદિપસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એન.ગોસ્વામી,SOG પીઆઈ વી.બી.બારડની ટીમના
પીએસઆઈ સી.એચ. પનારા તથા પીએસઆઈ
કે.એમ.બેરીયા તથા એલ.સી.બી. સ્ટાફના એએસઆઇ અલ્લારખુ અમીરભાઇ તથા આ.હે.કો. અજય અમલાભાઇ તથા ટેકનીકલ સેલના પોલીસ માણસોએ અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતુ.  જેમાં તેમણે ગોરેગાંવ મલાડ બેકરોડ ઉપરથી આરોપીઓ (૧) કૃણાલ સતિષભાઇ થાનકી ઉ.વ.૩૦ રહે.ગોરેગાંવ(વેસ્ટ) લક્ષ્મીનગર, મુંબઇ નં.૬૫ મુળ રહે.પોરબંદર ખાપટ (૨) રોનિ જોસેફ ફર્નાન્ડીઝ ઉર્ફ સાહીલ સલીમ ખાન ઉર્ફ સાહીલ તાજુદ્દીન ખાન ઉર્ફ અલ્તાફ ઉ.વ.૩૩ રહે.મલાડ(વેસ્ટ) મારવે રોડ મુળ રહે.પણજી, ગોવા (૩) સલીમઅલી ઉર્ફ અયાન અસગરઅલી અન્સારી ઉ.વ.૩૦ રહે.મલાડ(વેસ્ટ) માલવાની મુળ રહે.યુ.પી.નાઓને પકડી તેઓના કબજામાંથી ચાંદીના દાગીના, સિકકા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ્લે કિ.રૂ! ૨૦,૧૨૫/-નો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પો.સ્ટે.માં આપ્યા છે.  આ રીઢા અને ચાલાક, ચબરાખ ઘરફોડ ચોરી કરતા આરોપીઓને પકડી પાડી વાપી ટાઉન તથા સેલવાસ પો.સ્ટે.ના વણશોધાયેલ દિવસની ઘરફોડ ચોરીના ૨ ગુન્હા શોધી કાઢી તેમજ પકડાયેલ આરોપીઓએ અલગ અલગ દિવસો દરમિયાન રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર લીંબડી હાઇવે તથા વલસાડ અતુલ હાઇવે બ્રિજ નજીક તથા નાસીક, પંચવટી, ગોરેગાંવ આરએ કોલોની વિસ્તારમાં રહેણાંક ઘરમાં દિવસ દરમિયાન સહ આરોપી સાથે મળી ચોરીઓ કરેલાની કબુલાત કરી છે. જે ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબી/ એસઓજીની ટીમને મહત્વની સફળતા મળેલ છે આરોપી ક્રુણાલ ૧૩ ગુના, રોની પર ૨૫ ગુનામાં સંડોવણી જ્યારે આરોપી ગેંગમાં આશ્ચર્યએ છે કે તે ગેંગ ના લોકો ને પણ નામ ખોટા આપતા આરોપીઓ વેગેનાર,સ્વિફ્ટ, ઇઁડીગો કાર નો વધુ ઉપયોગ કરતા હતા જ્યારે વધુ તપાસ પોલીસ કરી રહી છે

(12:27 pm IST)