Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ગુજરાતના ૧૩ શહેર જીલ્લા પ્રમુખોની નિમણુક જાહેર કરી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલ રાજાણીની વરણી

રાજકોટ તા. ૧૫: ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક એ.આઈ.સી.સી.એ કરી હોવાનું પ્રદેશ કોંગ્રસ પ્રમુખ શ્રી શક્‍તિસિંહજી ગોહિલે જણાવ્‍યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્‍ય શ્રી રાજેશભાઈ ગોહિલની નિમણુંક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્‍ટમાં વર્કીંગ ચેરમેનશ્રીઓ તરીકે શ્રી રાજેશ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), શ્રી મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા શ્રી રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક થઈ.  ગુજરાતમાં ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા -મુખશ્રીઓની તેમજ ઓબીસી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને વાઈસ ચેરમેનશ્રીઓની નિમણુંક મોવડી મંડળ દ્વારા દિલ્‍હીથી કરવામાં આવેલ છે.

ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં (૧) મનોજ ગોરધનભાઈ કથીરીયા - જામનગર જિલ્લો, (૨) મનોજ ભીખાભાઈ જોષી - જુનાગઢ શહેર, (૩) નૌશાદ સોલંકી - સુરેન્‍દ્રનગર જિલ્લો, (૪) કિશોર ચીખલીયા - મોરબી જિલ્લો, (૫) હિતેશ મનુભાઈ વ્‍યાસ - ભાવનગર શહેર, (૬) હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી - મહેસાણા જિલ્લો, (૭) અશોક નાથાભાઈ પટેલ - સાબરકાંઠા જિલ્લો, (૮) રાજેન્‍દ્રસિંહ રાણા - ભરૂચ જિલ્લો, (૯) ધનસુખ ભગવતી-સાદ રાજપુત - સુરત શહેર, (૧૦) દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્‍ટ) - સુરત શહેર, (૧૧) વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્‍ટ) - સુરત શહેર, (૧૨) અતુલ રસીકભાઈ રાજાણી - રાજકોટ શહેર, (૧૩) અમરસિંહ રામુભાઈ સોલંકી - અમદાવાદ જિલ્લો, (૧૪) ગુલાબસિંહ ચૌહાણ - મહીસાગર જિલ્લો, (૧૫) ગેમરભાઈ જીવણભાઈ રબારી - પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાત દેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્‍ય શ્રી રાજેશભાઈ ગોહિલની તથા ઓબીસી ડિપાર્ટમેન્‍ટમાં વર્કીંગ ચેરમેનશ્રીઓ તરીકે શ્રી રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), શ્રી મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા શ્રી રાજુભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે.

કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા દિલ્‍હીથી કરવામાં આવેલ નિમણુંકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના -પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલે આવકારી હતી.

(3:19 pm IST)