Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પાટણ આત્મવિલોપન મામલો ગૃહમાં ઉઠાવીશ :જીજ્ઞેશ મેવાણી

પાટણ કલેકટર કચેરીએ આત્મ વિલોપનનો પ્રયાસ કરનારની એપોલો હોસ્પિટલે મેવાણીએ મુલાકાત લીધી

 

અમદાવાદ:પાટણ કલેકટર કચેરીએ આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર દલિત આગેવાનની અમદાવાદની એપોલો હોસ્પિટલે દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુલાકત લીધી હતી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભાનુભાઈને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પીટલમાં લવાયા છે ડોક્ટરોને મળ્યા બાદ .દલીતનેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ઘટના ભાનુભાઈએ કંટાળીને લીધી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાનુભાઈનો જીવ બચી જાય.તેમણે કહ્યું કે, 96 ટકા બોડી બર્ન થઇ છે. તેમણે હતાશ થઇને પગલું ભર્યું છે. ઘટના બાદ સરકારે ડૂબી મરવું જોઇએ. હું મારી ભાષાને લગામ નહીં રાખી શકું. વિધાનસભામાં મુદ્દો ઉઠાવીશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદને લઈને દલિત આગેવાને તંત્રના અધિકારીઓની સામે પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જોકે સ્થાનિક લોકોએ આગને બુઝાવી ગંભીર રીતે દાઝી ગયેલ દલિત આગેવાનને તાત્કાલીક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા

, દલિત આગેવાનની હાલત ગંભીર હોવાના કારણે તેને પાટણથી અમદાવાદ અપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે આત્મવિલોપનના પ્રયાસને લઈને માહોલ ગરમાયો છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

 

(12:16 am IST)