Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનમાં નજીવો ફેરફાર

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૭ ડિગ્રી રહ્યું: બે ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં નહીવત ફેરફાર થશે

અમદાવાદ,તા. ૧૫, અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નહીવત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિ હાલ અકબંધ રહી શકે છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪.૭ અને નલિયામાં ૧૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના ૧૦ જ દિવસમાં ૧૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. મચ્છરજન્ય રોગથી પણ લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નહીવત ફેરફારની સ્થિતિ જોવા મળી છે. આ સ્થિતિ આગામી બે ત્રણ દિવસ દરમિયાન યથાવત રહેવાના સંકેતો મળી રહ્યા છે.  હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે.

(11:38 pm IST)