Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદને જેલમુકત ન કરાય તો યોગી આદિત્યનાથના કાફલાને ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સ્પર્શતા રોકાશેઃ જીજ્ઞેશ મેવાણીની સટાસટી

અમદાવાદઃ દલીત સમાજના નેતા અને ધાારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદને છોડી મુકવા માંગણી કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ દલિત અને મુસ્લિમ સંગઠનોએ મેરઠમાં આ અઠવાડિયે ભીમ આર્મીના નેતાને છોડવાની માંગ કરી હતી, જેમાં જીગ્નેશ મેવાણી પણ શામેલ થયા હતા અને ચંદ્રશેખર આઝાદ ને સજા થી મુકત કરાવવા શપથ લેવડાવ્યા હતા.

ભીમ આર્મીના ના નેતા, ચંદ્રશેખર આઝાદની સામે નેશનલ સિકયુરિટી એકટ હેઠળના આરોપ થોપવામાં આવ્યા છે.

મેરઠમાં સોમવારે બપોરે, ગુજરાતના તાજેતરમાં ચૂંટાયેલા વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ, ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદની રિલીઝની માગણી કરી હતી, જે જૂન 2017 થી જેલમાં છે.

મેવાનીએ, મેરઠ ડિવિઝનલ કમિશનરની કચેરીની બહાર મોટી જનવેદના સાથે વાત કરી, તેમણે આઝાદની સતત અટકાયતને રાજકીય લાભ ગણાવતા કહ્યું કે આઝાદ હજુ જેલ માં છે કારણ કે તે સાચા મુદ્દાઓ ઉઠાવે છે”. તેમણે પ્રશ્નો પૂછ્યા છે કે શુ યોગી (આદિત્યનાથ, ઉત્ત્।રપ્રદેશ મુખ્યમંત્રી) અને (પી.એમ. નરેન્દ્ર) મોદી પાસે જવાબ નથી ?

તમારે શપથ લેવાની જરૂર છે કે જો ચંદ્રશેખર 1 લી એપ્રિલ પહેલાં છોડી ન મુકાય તો યોગી આદિત્યનાથના કાફલાને 14 એપ્રિલના રોજ (આંબેડકરની જન્મજયંતિ) બાબા સાહેબની (ભીમ રાવ આંબેડકરની) મૂર્તિને સ્પર્શતા રોકવામાં આવશે.

(7:36 pm IST)