Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કલોલમાં ડેપોની અંદર નખાયેલ થાંભલાથી મુસાફરોને હાલાકી

કલોલ:ના એસ.ટી. ડેપોમાં રોડની અંદર નંખાયેલા થાંભલા મુસાફરો માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. રાત્રે અંધારૃ હોવાથી સંખ્યાબંધ મુસાફરો થાંભલાની ઠોકરથી લોહીલુહાણ થઇ રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી..! કલોલના એસ.ટી.ડેપોમાં રોડની અંદર નાંખેલા થાંભલા મુસાફરો માટે માથાનો દુ:ખાવો બની રહ્યાં છે. અંધારામાં આ થાંભલાની ઠોકરથી અસંખ્ય મુસાફરો ઘાયલ થઇ રહ્યાં છે. મુસાફરો ઘાયલ થતા હોવા છતાં પણ તંત્ર આ થાંભલા હટાવતું જ નથી ! જેથી મુસાફરોમાં પણ રોષ ફાટયો છે. થાંભલાની ઠોકરથી દરરોજ કેટલાય મુસાફરો લોહીલુહાણ થઇ રહ્યાં છે. રાત્રે ખૂબ જ અંધારૃ હોવાથી રોડમાં રહેલા થાંભલા દેખાતા નથી. જેના લીધે મુસાફરો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. ગઇકાલે રાત્રે તો હદ જ થઇ ગઇ હતી. સાત થી પણ વધારે મુસાફરો થાંભલાની ઠોકરથી ભોય ભેગા થઇ ગયા હતા.જેમાં વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. શરીરે છોલાઇ ગયું હોવાથી ઘણાને મેડીકલ ટ્રીટમેન્ટ પણ લેવી પડતી હોય છે. જેથી મુસાફરોનો જીવ જોખમમાં ના મુકાય તે માટે થાંભલા નીકાળી દેવા જોઈએ. બસના પાર્કીંગ માટે બનાવાયેલા થાંભલા તો બરાબર છે. પરંતુ તેના સિવાય રોડને સમાંતર નંખાયેલા ચાર જેટલા થાંભલા જ મુસાફરો માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે.

(6:03 pm IST)