Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મહેમદાવાદમાં ગટરના સમારકામથી જનજીવન અસ્તવ્યસ્ત

મહેમદાવાદ: શહેરમાં આવેલ એક વિસ્તારમાં ગટરના સમારકામથી  જનજીવન અસ્તવ્યસ્ત  બન્યુ છે.છેલ્લા ધણા સમયથી ગટરનુ પાણી ઉભરાતુ હોવાથી પાલિકા દ્વારા સમારકામ શરુ કરવામાં આવ્યુ હતુ.જ્યારે ઘણો સમય વિતવા છતા હજી સુધી કોઇ નિરાકરણ ન આવતા  લોકોે અહી થી પસાર થઇ શક્તા નથી.જ્યારે આ મુખ્ય રસ્તો હોવાને કારણે લોકોને ખુબ અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે.
મહેમદાવાદ શહેરમાં વિરોલ દરવાજા પાસે ગટરનુ સમારકામ ચાલી રહ્યુ છે.છેલ્લા એક મહિનાથી ચાલતા સમારકામને કારણે લોકોના ધંધાને અસર પહોચી છે.તેમજ વાહનવ્યવહાર બંધ છે.આ રસ્તો આગળ જઇને અમદાવાદના રસ્તાને મળતો હોવાથી ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે.જ્યારે આજ રસ્તો આગળ જતા નગરના સ્મશાનગૃહ જવા તરફ જાય છે.જેનાથી આવતા જતા રાહદારીઓને મુશકેલીનો સામનો કરવો પડે છે.જ્યારે તંત્ર દ્વારા કરવામાં આવતુ કામ મંથર ગતીથી ચાલતુ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.આ  સમારકામને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.કારણ કે તેમના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે.નગરમાંથી પસાર થતી બસો પણ બંધ કરી દેવામાં આવી છે.એક તરફ પાલિકાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.એવામાં તંત્ર દ્વારા કામમાં વેઠ ઉતારતા લોકોનો વિશ્વાસ પાલિકા પરથી ઉઠી ગયો છે.એવામાં ગામના જાગૃત નાગરીકો કહી રહ્યા છે કે અમે આનો જવાબ ચુંટણીના પરીણામ રુપે આપીશુ.જ્યારે અહીના વહેપારીઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે સમારકામ પુરુ કરી રસ્તો ચાલુ કરાવવામાં આવ ે.
આ બાબતે ટેલિફોનિકસંપર્ક સાધતા મહેમદાવાદ નગરપાલિકાના ચીફઓફિસરે જણાવ્યુ હતુ કે કામ પુર્ણ થઇ ગયુ છે.તદઉપરાંત કોન્ટ્રાકટરને પુછી લેવા જણાવ્યુ હતુ.જ્યારે આ બાબતે કોન્ટા્રકટરનો સંપર્ક સાધતા તેમનો સંપર્ક થઇ શક્યો નથી.

(5:58 pm IST)