Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અંબાજીમાં અગમ્ય કારણોસર હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

બનાસકાંઠા:ના અંબાજીમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર અંબાજી પંથકમાં ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કયા કારણોસર આ આત્મહત્યા કરાઈ તેની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં આદિવાસી બાળકો માટે એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવી છે. ત્યારે આ સ્કૂલમાં ભણતા 14 વર્ષના અજય ગમાર નામના વિદ્યાર્થીએ ગઈકાલે રાત્રે હોસ્ટલના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેને પગલે સ્કૂલમાં ઉહાપોહ મચ્યો હતો. માત્ર 14 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા સ્કૂલ સંકુલમાં વિવિધ વાતો વહેતી થઈ છે. આ બનાવને પગલે અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)