Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ૩૧ ઓકટોબરે તેમના જન્મદિને

નવી દિલ્હી, તા. ૧પ : ગુજરાતની બીજેપી સરકાર ૩૧ ઓટકટોબર ભારતના પ્રથમ ગૃહપ્રસધાન સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસે ૧૮ર મીટર ઉંચા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમથી ૩.૩ર કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઉભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઓકટોબર સુધીમાં તૈયાર થઇ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેકટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ર૦૧૩ની ૩૧ ઓકટોબરે ભારતના લોખંડી પુરૂષના ૧૩૮માં જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન એન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનાર ૩૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેકટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો.

(11:34 am IST)