Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

લાલ બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નિકળી

ડ્રાઇવરે સમય ચુકતા દર્શાવી

અમદાવાદ,તા. ૧૪, એએમટીએસની બસમાં આજે સવારે આગ ફાટી નિકળતા ભારે ચર્ચા જોવા મળી હતી. શોર્ટ સર્કિટથી આગ ફાટી નિકળ્યા બાદ ડ્રાઇવરે સમય સુચકતા દર્શાવીને આગ બુઝાવી દીધી હતી. જો કે, આની ચર્ચા દિવસ દરમિયાન જોવા મળી હતી. એએમટીએસની રૃટ નંબર ૩૫ના એન્જિનમાંઆજે સવારે ૫.૪૦ વાગ્યાના સુમારે જુહાપુરા પાસે શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટે ગોટા નિકળવા લાગ્યા હતા. એન્જિન્માં આગ લાગવાની પણ શરૃઆત થઇ હતી. બસના એન્જિનમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળા દેખાતા ઉતારુઓ ફફઢી ઉઠ્યા હતા. જો કે ડ્રાઇવર અહેમદભાઈએ સમય સૂચકતા વાપરીને તત્કાળ ફાયર એક્ટિગ્યુશરનો ઉપયોગ કરીને એન્જિનમાં લાગેલી નાનકડી આગને વિકરાળ સ્વરુપ ધારણ કરતા અટકાવી હતી. તેમણે સીએનજી ગેસના સિલિન્ડર પણ બંધ કરીને ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તત્કાળ આગને પૂર્ણપણે બુઝાવવા કામગીરી કરાઈ હતી.

(9:43 pm IST)