News of Wednesday, 14th February 2018

રાયપુરમાં એલસીબીએ નદીની કોતરમાં દરોડા પાડી પાંચ આરોપીઓને જુગાર રમતા રંગે હાથે દબોચ્યા

ગાંધીનગર: જિલ્લામાં જુગારની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે રાયપુર ગામની સીમમાં નદીની કોતરમાં દરોડો પાંચ આરોપીને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૬૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટે સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી જુગારના કેસો કરવા માટે સૂચના આપી હતી. દરમ્યાનમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.રણજીતસિંહને બાતમી મળી હતી કે રાયપુર ગામની સીમમાં નદીની કોતરોમાં જુગાર રમાડાઈ રહયો છે.

જે બાતમીના આધારે રેડ કરીને દશરથભાઈ મણીભાઈ રાવળ, કાળાજી ઉદાજી ડાભી, લક્ષ્મણભાઈ મણાભાઈ રાવળ, ભરતભાઈ ખોડાભાઈ દંતાણી અને કનુજી કાળાજી ડાભી તમામ રહે.રાયપુરને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૬૭૦૦ રોકડ રકમ મળી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

(6:50 pm IST)
  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST