News of Wednesday, 14th February 2018

ઉમરેઠ રોડ નજીક પૈસાની બાબતે સાળાની હત્યા કરી મોતનેઘાટ ઉતારનાર બનેવીના બે વાહન જપ્ત

આણંદ: જિલ્લાના ઉમરેઠ રોડ પર આવેલ ભરોડા ગામે રહેતા એક યુવાનની હત્યાને સગા બનેવીએ પૈસાની લેતીદેતીમાં સાળાનું માથું ધારીયા ઉડાવી દીધુ હતું. ધડ અને માથાને મોબાઈલ અને ધારીયા સાથે નહેરમાં નાંખી દેવાઈ હતી.જેમાં સામરખા ચોકડી પાસેથી ૨૪ વર્ષીય યુવકનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ રાવળાપુરા નહેર નજીકથી મળી આવ્યો હતો.
આ ઘટનામાં બનેવીને ઝડપી રિમાન્ડમાં લેતા પોલીસની લાક્ષણિક  પુછપરછમાં તેણે આ ધડ, મોબાઈલ, ધારીયું અજુપુરા નહેરમાં નાંખી દીધા હોવાથી પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. જેમાં એક દિવસ અગાઉ પોલીસને ધારીયું અને માથું મળી આવ્યા હતા. પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો.
આ ઈસમના ત્રણ દિવસના રિમાન્ડના પ્રથમ દિવસે આ ઈસમે સસરા દ્વારા જમીન વેચી આપવામાં આવેલ રકમમાંથી દોઢ લાખનું બુલેટ બાઈક ખરીદ્યું હોવાની તથા ૫૦,૦૦૦ની રકમ અંગત ખર્ચમાં વાપરી હોવાની હકીકતો ઉજાગર થવા પામી હતી.આ બુલેટ અને તેના એક્ટિવાને પોલીસે કબ્જે લીધું હતું.જ્યારે મરણજનારના પરીવારના જવાબો લઈ લેતા તેના પરીવારમાં યુવાનને કમાટીભરી રીતે મોતને ઘાટ ઉતારનાર બનેવી સામે કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.નહેરમાં નાંખવામાં આવેલ મોબાઈલ માટે સ્થાનિક તરવૈયા અને ફાયરફાઈટરોેએ બે દિસવ સુધી શોધખોળ કરતા પણ મળી ન આવ્યો હોવાની માહિતી પ્રાપ્ય બની છે.

(6:48 pm IST)
  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST