News of Wednesday, 14th February 2018

પેટલાદના બોરસદ પાસે અજાણ્યા વાહનની હડફેટે નંદેસરી બીઅેબી કંપનીના કર્મચારીનું મોત

પેટલાદઃ તાલુકાના બોરસદ-વાસદ રોડ ઉપર અજાણ્‍યા વાહનની હડફેટે અેક કંપનીના કર્મચારીનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

વાસદ-બોરસદ રોડ ઉપર આવેલા ઓવરબ્રીજ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતા પેટલાદના યુવાનને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ. અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ ખાતે રહેતા અને નંદેસરી બીએબી કંપનીમાં નોકરી કરતાં રાજેશભાઈ નારણભાઈ મકવાણા (. . ૪૫)ગઈકાલે પોતાની સાસરી કંથારીયા આવ્યા હતા અને ત્યાંથી રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે નોકરી પર જવાનું હોય રીક્ષામાં બેસીને વાસદ આવ્યા હતા જ્યાં વાસદ-બોરસદ ઓવરબ્રીજના છેડે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને માથામા ંતથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર મોત થયું હતુ.

ઘટનાની જાણ થતાં વાસદ પોલીસ તુરંત ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:09 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST