Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આણંદમાં તબીબો વચ્‍ચે ક્રિકેટ જંગઃ ૨૦ ટીમોઅે ભાગ લીધોઃ અમદાવાદની વાડજ ટીમ ફાઇનલમાં વિજેતા

આણંદમાં તબીબો વચ્‍ચે ક્રિકેટ જંગઃ ૨૦ ટીમોઅે ભાગ લીધોઃ અમદાવાદની વાડજ ટીમ ફાઇનલમાં વિજેતા

આણંદઃ ગુજરાત ઇન્ડિયન મેડીકલ અેસો. દ્વારા તબીબો માટે આણંદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૨૦ ટીમોઅે ભાગ લીધો હતો. આ મેચમાં અમદાવાદની વાડજની ટીમનો વિજય થયો હતો.

અહીના શાસ્ત્રી મેદાન પર ગુજરાતના આશરે ૨૦૦ ડોકટરો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ ખેલાયો હતો. સ્વર્ગીય ડો. ધ્રુવપાલ સિસોદીયાની યાદમાં આણંદ ડોક્ટર્સ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ()મોરબી, વલસાડ, ગાંધીનગર, આણંદ (), વઢવાણ, વિગેરે મળીને ૨૦ ટીમોએ ભાગ લીધેલ.

ફાઈનલ મેચ અમદાવાદની બે ટીમો અમદાવાદ ગ્લેડીએટર /જ્અમદાવાદ - વાડજ વચ્ચે રમાયેલ જેમાં અમદાવાદ-વાડજનીી ટીમનો ભવ્ય વિજય થયેલ. વિજેતા ટીમો અને રનર્સ અપ ટીમોનો આણંદ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિતરણ થયેલ.

આણંદ ડોકટર્સ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ડો. શૈલેષ શાહ જણાવેલ કે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ડોકટરો ક્રિકેટ રમવા ફ્કત આણંદ શહેરમાં આવે છે. ગ્રાઉન્ડ પર જે રીતે ડોકટરો ક્રિકેટ રમે છે તે જોતા ખ્યાલ આવે છે કે આમાંથી ઘણાં ડોકટરો રાજ્ય કક્ષાએ રમી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ડો. જીજ્ઞેશ દેસાઈ જેઓ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઉત્તરોઉત્તર ટુર્નામેન્ટ પોતાની એક આગવી ઓળખ ઉભી કરેલ છે. અને શક્ય હશે તો ડે-નાઈટ ટુર્નામેન્ટ ડોકટરો વચ્ચે રમાય તેવા પ્રયત્નો કરીશું. ડો. શૈલેષ શાહે ટુર્નામેન્ટના સ્પોેન્સરર, એલીકોન ગૃપ ઓફ કંપનીઝ, ઝાયડસ ગૃપ ઓફ હોસ્પિટલર્સ અને આણંદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનનો આભાર માન્યો હતો.

(6:08 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST