Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સુરતના ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાના પુત્ર સામે ખૂનની ધમકીની ફરિયાદ

સુરતઃ સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલા વડિયાના પુત્ર સામે ખૂનની ધમકીની ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાના પુત્ર શરદ ઝાલાવડિયા કારટિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને સરથાણા પોલીસ મથકમાં શરદ ઝાલાવડિયા સહિત બે યુવકો સામે ફરિયાદ દાખલ થઇ છે. તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનનો ધારાસભ્યના પુત્ર સહિત બે લોકો સામે આરોપ લાગ્યો છે.

પાસ પરમાટ વગર માડા રાત રતાના ટ્રકથી સોસાયટીના નાગરિકો અને વેપારીઓ પરેશાન છે અને તેમણે ટકાર કરી હતી. જે બાદ વેપારીને ફોન પર મારી નાખવાની ધમકી મળી હતી અને આ ધમકી ધારાસભ્યના પુત્ર સહિત બે લોકોએ આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે જો કે આ અંએ કોંગ્રેસ રાજકીય કાવતરૂ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

(3:16 pm IST)