News of Thursday, 15th February 2018

સુરતના ઉઘના રેલ્વે સ્ટેશન પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા : ૮ ટ્રેનો મોડી પડી

સુરત : સુરત પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા આવી જતા ટ્રેનને એકાદ કલાક રોકી દેવી પડી હતી. પ્રાત્ન માહિતી મુજબ  બાન્દ્રા ટર્મીનલથી નિઝામુદ્દીન જતી રાજધાની ટ્રેન તેના નિયત સમયે બાન્દ્રાથી ઉપડી સુરત તરફ આવી રહી હતી તે વખતે  સાતેક વાગ્યાની આસપાસ સુરત નજીક ઉધના-ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે આ ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેના કારણે રાજધાની ટ્રેનનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો અને ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર ૪૮ મિનિટ રોકી રાખવાની ફરજ પડી હતી. જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતી આઠ ટ્રેન પણ મોડી પડી હતી.

બાન્દ્રાથી સાંજે ૪.૦૫ કલાકે ઉપડી આ ટ્રેન સુરત આવી રહી હતી તે વખતે સાંજે ૬.૫૦ કલાકે ભેસ્તાન રેલવે સ્ટેશનથી થોડે દૂર ભીમનગર પાસે એકાએક એક ગાય રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. ટ્રેનના ડ્રાઇવર પાસે સમય જ ન રહ્યો કે તે ગાયને બચાવી શકે. આખરે ગાઈ ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે એન્જિન કિલપિંગનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો. સાવધાની પૂર્વક આ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચાડી ત્યાં થંભાવી દીધી હતી.

આશરે ૪૮ મિનિટ રોકાયા બાદ આ ટ્રેન નિઝામુદ્દીન તરફ જવા રવાના થઈ હતી.

 

(3:14 pm IST)
  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST