News of Wednesday, 14th February 2018

''વસુધૈવ કુટુંબકમ'': અમદાવાદમાં ૧૮ ફેબ્રુ.ના રોજ આંતર રાષ્ટ્રિય સિધ્ધાશ્રમ શકિતપીઠના ગુરૂજી રાજરાજેશ્વર દ્વારા કરાયેલું આયોજન

અમદાવાદ : વિશ્વમાં શાંતિ અને ધર્મની અર્થે આંતર રાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શકિતપીઠના ગૂરૂજી રાજરાજેશ્વર દ્રારા યુ.કે.નાં સાંસદ અને ચીફ પોલીસની ઉપસ્થિતિમાં વસુધૈવ કુટુંબકમનું ૧૮ ફ્રેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વમાંં ભારત દેશ દ્રારા ૫૦૦૦ વર્ષથી વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ આપણા માટે એક કુટુંબ સમાન છે ની ફિલોસોફી દુનિયામાં તમામ દેશોને સમાજોને આપવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શકિતપીઠનાંં ગુરૂજી રાજરાજેશ્વર દ્રારા અહિંસા વિશ્વ ભારતનાં ડો. લોકેશ ગુરૂજીની પ્રેરણાથી મહાશિવરાત્રીનાં રોજ ન્યૂ દિલ્લી ખાતે અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૮દ્ગક્નત્ન રોજ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સાંજે ૫ થી સાંજે ૮ સુધી સંગીત, ભજન, મંત્રોચ્ચાર, ડાન્સ, વિવિધ ધર્મો અને માનંવતા વિવિધ સંતો અને વિવિધ ધર્મોનાં સંદેશાઓ અને એવોર્ડનું વિત્ત્।રણ કરવામાં આવશે.

અમદાવાદ સી.જી. રોડ ખાતે ક્રાઉન પ્લાઝા હોયલમાં યોજાયેલ પ્રેસ મીડિયા વાર્તાલાપમાં બ્રિટનનાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોબ બ્લેકમેન, ઇંગ્લેન્ડની મહારાણીનાં અધિકૃત પ્રતિનિધિ અને સ્કોટલેન્ડ યાર્ડનાં પોલીસ ચીફ સાયમન ઓલન્સ બ્રેન્ટની ઉપસ્થીતિમાં ગુરૂજી રાજરાજેશ્વરજીએ મહેમાનોની લંડન અને પુરા યુ.કે.માં હિન્દુ ધર્મ અને ગુજરાત સમાજનાં નાગરિકોને સંસ્કૃતિની ઓળખ આગળ વધારવા મદદની નોંધ લીધી હતી. ગુરૂજીએ કહ્યું હતુ કે સુપ્રભાતે જયારે સુરજ આકાશમાં ઉગે છે ત્યારે તેનો પ્રકાશએ ફકત સુર્યની પૂજા કરતા લોકો માટે જ સિમિત નથી રાખતો પરંતુ વિશ્વમાં સર્વે મનુષ્યો તથા દરેક પ્રકારનાં જીવોને પ્રકાશ આપે છે. તે જ રીતે માનવીએ પણ માનવતા માટે સર્વેને એક કુંટુબ સમાન ગણવું જોઇએ સાંસદ બોબ બ્લેકમેને ગુજરાતમાં નમસ્કાર બોલી અંગ્રેજીમાં મીડિયાને જણાવ્યુ હતુ કે હું ૫૦ થી વધુ વખત ભારત આવ્યો છુ પરંતુ ગુજરાતમાંં મારી પ્રથમ મુલાકાત છે. તેમના મત વિસ્તારમાં ગુજરાતની વસ્તી ખૂબ જ છે. અને ગુજરાતીઓ તેમના વિસ્તારમાં સૌથી સારી પ્રજા છે તેમ વખાણ કર્યા હતા. અને વિવિધ તહેવારો ત્યાં ઉજવણી કરવાામાં આવે તેમ જણાવ્યુ હતુ.

ચીફ સુપ્રીમ ઓફ પોલીસ સાયમન ઓલંન્સ બ્રેનટે યુ.કે. ખાતે ગુરુજી રાજરાજેશ્વરના કાર્યક્રમની મહત્વને સમજીને ટેકો આપવાનો તથા સહયોગ કરવાનું નક્કી કરી જણાવ્યું હતું કે, હૈરો અને લંડનમાં ક્રાઇમ રેટ નીચે લાવવા અને સમાજમાં સુમેળ લાવવા માટે ગુરુજીના પ્રયત્નો આદર્શ છે.આ કાર્યક્રમમાં મેયર કાઉન્સીલર ભગવાનજી ચૌહાણ ખાસ ઉપસ્થીત રહેશે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કૌશિક પટેલ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંં અને યુવા રાજકિય નેતાઓ અને વિવિધ ધાર્મિક માન્યતાઓનાં સંતો ખાસ હાજરી આપશે.

(5:23 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST