Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

બનાસકાંઠામાં ભાજપમાં ભડકો, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર જોશી કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ભાજપના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્‍દ્ર જોશી કોંગ્રેસમાં જોડાતા ભારે ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ રાજ્યમાં ભાજપના ઘટતા જનાધારને પગલે લોકો કોંગ્રેસ તરફ આગળ વધી રહ્યા છે. જેના પગલે બનાસકાંઠા જીલ્લા પંચાયતની ચુંટણી પૂર્વે જ ભાજપમાં ભંગાણ સર્જાયું છે .જેમાં જીલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રાજેન્દ્ર જોશી કોંગ્રેસમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર જોશી આ પૂર્વે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે આજે ફરી એક વાર કોંગ્રેસમાં જોડાયા છે. રાજેન્દ્ર જોશી બનાસકાંઠા જીલ્લાની સમગ્ર ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા ભાજપને ઝટકો લાગ્યો છે.

(7:57 pm IST)