Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોરોના કાળમાં સાહસિકતા દેખાડનાર મહિલાઓનું અમદાવાદમાં સન્માન

અમદાવાદ : કોરોનાના કપરાકાળ દરમિયાન પોતાના ક્ષેત્રમાં અકલ્પનીય સેવા બજાવનાર ૧૦ સાહસિક મહિલાઓનું   સન્માન કરવાનો  કાર્યક્રમ અમદાવાદના રિસ્ટ્રેટો રેસ્ટોરેન્ટ ખાતે યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગનાં વડા પ્રો.સોનલ પંડયા દ્વારા સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં ડો.ગીતીકા સલુજાને શિક્ષણ ક્ષેત્રે, ડો.નીતા ઠાકરેને તબીબી ક્ષેત્ર, સંજુકતા સિંહને ભારતીય સંસ્કૃતિ કથ્થક ક્ષેત્રે, બેકરી ક્ષેત્રે અનોખી પ્રોડકટ તૈયાર કરનાર કિરણ અમીનને, મેઘના સેજપાલને ફોટોગાફી ક્ષેત્રે આગવું યોગદાન,  મીરાંડે શાહને સંગીતની કલામાં આગવી ઓળખ, રૂજુ દેસાઈને હેલ્થ અને ફિટનેસ ક્ષેત્રે, કમલદીપ કૌરને હેરિટેજ ટેકસટાઈલ ક્ષેત્રે અનોખુ યોગદાન, કંકાણા રોય જૈન અને બિનીતા પરીખને પત્રકાર ક્ષેત્રે આગવી ઓળખ આપીને સમાજમાં નવો રાહ ચિંધ્યવા બદલ સન્માન કરાયુ હતુ. આ સન્માન સમારોહનું આયોજન  રિસ્ટ્રેટો રેસ્ટોરેન્ટનાં રવિ થરવાણી અને મોદી હોસ્પિટાલીટી કન્સલ્ટન્ટ્સનાં સુજલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)

(4:38 pm IST)