Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1414 દર્દીઓ સાજા થયા: નવા 1175 પોઝીટીવ કેસ :વધુ 11 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,55,098 થઇ :મૃત્યુઆંક 3598 થયો:કુલ 1,36,541 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત ચોથા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : સૌથી વધુ સુરતમાં 252 કેસ, અમદાવાદમાં 182 કેસ, રાજકોટમાં 105 કેસ, વડોદરામાં 117 કેસ,જામનગરમાં 85 કેસ,ગાંધીનગરમાં 46 કેસ,જૂનાગઢમાં 41 કેસ, મહેસાણામાં 37 કેસ, અમરેલીમાં 28 કેસ, ભરૂચમાં 25 કેસ,સુરેન્દ્રનગરમાં 23 કેસ, કચ્છ અને ભાવનગરમાં 20-20 કેસ કેસ નોંધાયા: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે સતત ચોથા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1414 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1175 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,55,098 થઇ છે  આજે વધુ 1414 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,36,541 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3598 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1175 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14959 છે જેમાંથી વેન્ટીલેટર પર 79 દર્દીઓ છે જ્યારે 14480 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ટકાથી વધુ છે  રાજ્યમા આજે કોરોનાના 50,993  ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 51,65,670 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,અને સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 11 લોકોના મોત થયા છે .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1175 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 252 કેસ, અમદાવાદમાં 182 કેસ, રાજકોટમાં 105 કેસ, વડોદરામાં 117 કેસ,જામનગરમાં  85 કેસ,ગાંધીનગરમાં 46 કેસ,જૂનાગઢમાં  41 કેસ, મહેસાણામાં 37 કેસ, અમરેલીમાં 28 કેસ, ભરૂચમાં 25 કેસ,સુરેન્દ્રનગરમાં 23 કેસ, કચ્છ અને ભાવનગરમાં 20-20 કેસ કેસ નોંધાયા છે 

(6:59 pm IST)