Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર જારી : નવા 1334 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 17 લોકોના મોત :કુલ કેસનો આંક 1,14,996 થયો :વધુ 1255 દર્દીઓ સાજા થતા 95265 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 175 કેસ, રાજકોટમાં 151 કેસ, વડોદરામાં 131 કેસ, જામનગરમાં 120 કેસ, પાટણમાં 35 કેસ, ભાવનગરમાં 33 કેસ,કચ્છમાં 30 કેસ,ગાંધીનગરમાં 39 કેસ, અમરેલી અને બનાનાસકાંઠામાં 28 - 28 કેસ ,મોરબીમાં 25 કેસ, મહેસાણામાં 20 કેસ, પંચમહાલમાં 28 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1334  પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1255 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 95265 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં હાલ 16501 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 93 છે. જ્યારે 16408 લોકો સ્ટેબલ છે. 95265 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 17લોકોના મોત થતા કુલ 3230 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3 સુરત કોર્પોરેશનમાં 2,સુરત જિલ્લામાં 1ભાવનગર કોર્પોરેશનમાં એક અને ભાવનગર કોર્પોરેશનમાં એક, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશનમાં એક મોત , ગાંધીનગર અને ભરૂચમાં એક એક મોત સહીત કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે

અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં આજે નોંધાયેલા 1334 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 175 કેસ, રાજકોટમાં 151 કેસ, વડોદરામાં 131કેસ,જામનગરમાં 120 કેસ,પાટણમાં 35 કેસ,ભાવનગરમાં 33 કેસ,કચ્છમાં 30 કેસ,ગાંધીનગરમાં 39 કેસ, અમરેલી અને બનાનાસકાંઠામાં 28 - 28 કેસ ,મોરબીમાં 25 કેસ, મહેસાણામાં 20  કેસ, પંચમહાલમાં 28 કેસ નોંધાયા છે

(7:26 pm IST)