Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મહુધા તાલુકાના કડી ગામે નદીમાં ન્હાવા પડેલ યુવકનો પગ પાણીમાં ગરકાવ થઇ જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

મહુધા: તાલુકાના કડી ગામે નદીમાં પડેલ યુવક પાણીમાં ડુબી જતા મૃત્યુ નિપજયુ છે. બનાવની જાણ મહુધા પોલીસને થતા મહુધા પોલીસે ઘટના સૃથળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા તાલુકાના કડી ગામે બપોરના સમયે ગામના કેટલાક યુવાનો નદીમાં ન્હાવા ગયા હતા.ગામ પાસે આવેલ મહોર નદીમાં ન્હાતા હતા.

તે સમયે એક ૧૭ વર્ષીય યુવક યુવરાજ ભરતભાઇ સોઢા નદીમાં ડુબ્યો હતો.આ બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોના ટોળે ટોળા નદી પર ઉમટી આવ્યા હતા.આ સમયે સૃથાનિક તરવૈયાઓ દ્વારા લાપતા થયેલ યુવકની શોધખોળ આદરી હતી. આ લખાઇ છે ત્યા સુધી લાપતા થયેલ યુવકની કોઇ ભાળ ન મળી હોવાનુ સૃથાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.આ બનાવ અંગે મહુધા પોલીસ બનાવ સૃથળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)