Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદ:દસક્રોઇના મીરોલીમાં ખેતરમાં ઢોર ચરાવતી 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના દસક્રોઈના મિરોલીમાં ખેતરમાં ઢોર ચરાવી રહેલી 15 વર્ષની કિશોરી સાથે જબરજસ્તી દુષ્કર્મ કરનારા આરોપી વિરૂધ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ દસક્રોઈના મિરોલીમાં રહેતી 15 વર્ષની કિશોરી ગત્શોત્સવ દરમિયાન નજીકના ખેતરમાં ભેસ ચરાવવા માટે ગઈ હતી. દરમિયાન મિરોલીમાં રહેતો સંજય કાંતિભાઈ ચુનારા અહીં આવ્યો હતો અને સગીરાને અહીં શું કરે છે કહીને તેનો હાથ પકડતા તેણે બુમાબુમ કરી હતી.

આથી સંજયે બુમાબુમ કરીશ તો અહીંયાજ તને જાનથી મારી નાંખીશ કહીને તેનું મોઢુ દબાવીને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ અંગે કોઈને વાત કરશે તો તને અને તારા ભાઈને જાનથી મારી નાંખીશ, એવી ધમકી સગીરાને આપી હતી.

(6:05 pm IST)