Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભુપેન્દ્રભાઈ પટેલે પોલીસ અધિકારીઓની માંગણીઓ સંતોષવા ૫૫૦ કરોડ મંજૂર કર્યા: ૧૦ મહિનાનો ગ્રેડ-પે નો પ્રશ્ન હલ થયો

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં, એક સમિતિએ તેમની કલ્યાણની માંગણીઓ પર ચર્ચા કરી.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારના કલ્યાણ માટે ૫૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.  આ નિર્ણયથી પોલીસ વિભાગનો ૧૦ મહિનાનો ગ્રેડ-પે નો પ્રશ્ન હલ થયો.  અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરની પોલીસ તરફી ઘોષણાઓ સાથે પણ આ મુદ્દાએ ઉગ્ર રાજકીય વળાંક લીધો હતો.


શ્રી હર્ષ સંઘવીએ પણ આજે  સુરત પોલીસ ભવન-કમિશનરની ઓફિસમાં
આ નિર્ણયની જાહેરાત કરી હતી.  તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ૨૮ ઓક્ટોબર, ૨૧૦૨૧ રોજ પોલીસ અધિકારીઓની માંગણીઓ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા વિભાગના ઝોનલ અને મુખ્ય પોલીસ અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી

 

(11:23 pm IST)