Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

સુરતમાં યોજાયેલ મિસિસ સ્ટાર ફેસ ઓફ ગુજરાત સ્પર્ધામાં રાજકોટની પ્રિયા ચુમરાની વિજેતા બની

૮૦ સ્પર્ધકોમાંથી રંગીલા રાજકોટની યુવતીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું : અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા

વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તાજેતરમાં સુરતમાં યોજાયેલ બોલીવુડ ક્રાઉન પ્રેઝન્ટ સ્પર્ધામાં રંગીલા રાજકોટની યુવતી  શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક સ્થાન પરથી આવેલા ૮૦ સ્પર્ધકો માંથી મિસિસ સ્ટાર ફેસ ઓફ ગુજરાત તરીકે વિજેતા બની હતી. મિસ્ટર મિસ મિસિસ અને કિડ્સ સ્ટાર ફેસ ઓફ ગુજરાત દ્વારા બોલીવુડ ક્રાઉન પ્રેઝન્ટ સીઝન-૧નો ફિનાલે સુરત ખાતે યોજાયો હતો. જેમાં મિસિસ સ્ટાર ફેસ ઓફ ગુજરાત સ્પર્ધામાં ૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમાં રંગીલા રાજકોટની પ્રિયા ચુમરાનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બની હતી. પ્રિયા ચુમરાનીને વિજેતા બનવા બદલ મિત્રો પરિવારજનો સહિતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

    શો ના સ્થાપક યોગેશ જોષી અને શો ના આયોજક પનીશા ધકાણે જણાવ્યું હતું કે જેટલા પણ સ્પર્ધાકો શો માં આવેલા તે લોકોને આગળ જતાં ટીવી સિરિયલ, આલ્બમ સોન્ગ, વેબ સીરીઝ માં કામ મળી શકે તેમ‌ છે.

(7:51 pm IST)