Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 599 નવા કેસ નોંધાયા:વધુ 737 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ :મૃત્યુઆંક 10,987 થયો : કુલ 12.50.396 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 74.228 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 4066 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 599 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 737 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.50.396  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.987 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.81 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 74.228 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.99.51.130 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 4066 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4044 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 599 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 173 કેસ, મહેસાણામાં 60 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 51 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 34 કેસ, ગાંધીનગરમાં 30 કેસ, સુરત કોર્પોરેશનમાં 23 કેસ, વડોદરામાં 22 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 21 કેસ, અમરેલી,સુરત અને વલસાડમાં 17-17 કેસ, કચ્છ અને સાબરકાંઠામાં 14-14 કેસ, પાટણમાં 11 કેસ, પોરબંદરમાં 10 કેસ, ભરૂચ અને રાજકોટમાં 9-9 કેસ, અરવલ્લી અનવે બનાસકાંઠામાં 8-8 કેસ, આણંદ,મોરબી,અને નવસારીમાં 6-6 કેસ, દેવભૂમિ દ્વારકા અને જામનગર કોર્પરેશનમાં 4-4 કેસ, અમદાવાદ, દાહોદ,ગીર સોમનાથ, પંચમહાલ અને તાપીમાં 3-3 કેસ, ભાવનગર કોર્પોરેશન,જામનગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર અને છોટાઉદેપુરમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:40 pm IST)