Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

હર ઘર તિરંગા અભિયાન ટાણે સ્ટેચ્યુ નજીક મેઘ ધનુષ દેખાતા કુદરતી તિરંગો ફરકતો જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાની શાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.ત્યારે આ સુંદર વાતાવરણ માં આહલાદક દ્રશ્યો જોવા મળે છે. અને તેમાં પણ હાલ ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન વખતે જ સ્ટેચ્ય ખાતે મેઘ ધનુષ નાં દર્શન થતાં જાણે કુદરતી તિરંગો પથરાયેલો જોવા મળ્યો હતો
શનિવારે વહેલી સવારે વરસાદી ઝાપટા બાદ વરસાદે વિરામ લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓ માં કુતુહલ સર્જાયું હતું. જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કુદરતે શણગાર સજયો હોય તેમ સુંદર દ્રશ્યો માત્ર 2 થી ત્રણ મિનિટ માટે લોકોને જોવા મળ્યા હતા
હાલમાં 15 મી ઓગષ્ટ ને લઈને તિરંગા નો માહોલ આખા દેશમાં છવાયો છે. સાથે હર ઘર ત્રીરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ જોવા મળ્યો હતો.જાણે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલને મેઘ ધનુષ્ય ની રચના કરી શ્રદ્ધાંજલિ આપી હોય એવું જોવા મળ્યું હતું.
બે દિવસ બાદ સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓમાં દેશ વાસીઓ વ્યસ્ત છે ત્યારે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ત્રીરંગો ફરકાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં આ દ્રશ્ય એ આકર્ષણ જગાડ્યું હતું.

(10:31 pm IST)