Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહોરમની રજામાં ફેરફાર થતાં ધોરણ .3થી 8ની એકમ કસોટીની તારીખ બદલાઇ:હવે 19 અને 21મીએ યોજાશે

ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે દર મહિને શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ છે

અમદાવાદ :  રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે 20 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્ય સરકાર દ્વારા મોહરમની રજામાં ફેરફાર કરતા હવે એકમ કસોટીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. જેથી હવે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની એકમ કસોટી 19 અને 21 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.

રાજ્યમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે દર મહિને શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી યોજવામાં આવે છે. ઓગસ્ટ માસમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મુજબ 20 અને 21 ઓગસ્ટના રોજ ધોરણ-3થી 8ની એકમ કસોટી લેવામાં આવનાર હતી. રાજ્ય સરકાર દ્વારા અગાઉ કેલેન્ડરમાં 19 ઓગસ્ટના રોજ મોહરમની રજા જાહેર કરી હતી. જો કે ગઇકાલે તા.13મી ઓગસ્ટના રોજ રાજય સરકારે મહોરમની રજા 19 ઓગસ્ટના સ્થાને 20મી ઓગસ્ટ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ 20 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું

જોકે, હવે 20 ઓગસ્ટના રોજ મહોરમનો તહેવાર આવતો હોવાથી રજામાં ફેરફાર કરવા માટે સરકારને અનેક રજૂઆતો મળી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા મહોરમની રજા 19 ઓગસ્ટના બદલે 20 ઓગસ્ટના રોજ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે લેવાનારી એકમ કસોટીમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે.

(12:21 am IST)